જૂનાગઢઃ જિલ્લાના કેશોદ તાલુકામાં પૂરઝડપે દોડતી કાર કાળ બનીને ત્રાટકી છે. કેશોદ-બાલાગામ રોડ પર રસ્તાની બાજુમાં રહેલા મોટા પથ્થર સાથે કાર ધડાકાભેર અથડાતા ગણતરીની સેકન્ડોમાં જ અગનગોળામાં ફેરવાઈ ગઈ હતી.આ ભયાનક દુર્ઘટનામાં કારમાં સવાર 2 પુરુષો અને 1 મહિલા એમ કુલ 3 લોકો બહાર ન નીકળી શકતા અંદર જ જીવતા ભૂંજાઈ ગયા હતા, જ્યારે અકસ્માત સમયે કારમાંથી બહાર ફંગોળાઈ ગયેલી એક યુવતીનો ચમત્કારિક બચાવ થયો છે.
પથ્થર સાથે ટકરાતા જ કારમાં ભીષણ આગ ભભૂકી
કેશોદ-બાલાગામ રોડ પરથી એક કાર પૂરપાટ ઝડપે પસાર થઈ રહી હતી. દરમિયાન અચાનક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રસ્તાની સાઈડમાં પડેલા એક મોટા પથ્થર સાથે જોરદાર રીતે ભટકાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે તણખા ઝરતાની સાથે જ કારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આખી કાર આગની વિકરાળ જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી અને અંદર બેઠેલા ત્રણ વ્યક્તિઓને બચવાની કોઈ તક મળી ન હતી.
સળગતી કારમાંથી ફંગોળાયેલી યુવતીનો જીવ બચ્યો

















