કચ્છઃ સફેદ રણની સુંદરતા નિહાળીને હસતા-રમતા ઘરે પરત ફરી રહેલા ઉત્તરાખંડના એક પ્રવાસી પરિવાર માટે કચ્છનો પ્રવાસ અંતિમ સફર બની ગયો છે. ભૂજ-ખાવડા રોડ પર વેકરીયાના રણ નજીક કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા એક અત્યંત ભયાનક માર્ગ અકસ્માતમાં 3 માસૂમ બાળકો સહિત એક જ પરિવારના 7 સભ્યોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે.
ઓવરટેક કરવાનો પ્રયાસ જીવલેણ સાબિત થયો
મળતી વિગતો અનુસાર, ઉત્તરાખંડનો પરિવાર કચ્છ ફરવા માટે આવ્યો હતો. પરિવારના સભ્યો જાણીતા પ્રવાસન સ્થળ ધોરડો (સફેદ રણ)ની મુલાકાત લીધા બાદ કારમાં સવાર થઈને પરત ફરી રહ્યાં હતા. આ દરમિયાન ભૂજ-ખાવડા રોડ પર વેકરીયાના રણ પાસે આગળ જઈ રહેલા એક ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે,ઓવરટેક કરતી વખતે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ધડાકાભેર ટ્રક સાથે અથડાઈ હતી.
કારનો કચ્ચરઘાણ વળી ગયો, બચવાની કોઈ તક ન મળી


















