ચંડીગઢઃ હરિયાણાના પંચકુલામાં ભ્રષ્ટાચારનો મોટો કિસ્સો સામે આવ્યો છે. ₹10 લાખની લાંચ લેતાં ઝડપાયેલા CGSTના એક સુપરિન્ટેન્ડેન્ટના નિવાસસ્થાને તપાસ દરમિયાન CBIને ₹1.86 કરોડની રોકડ અને કિંમતી ચીજવસ્તુઓ મળી આવી છે.
CBI એ 19 નવેમ્બરના રોજ CGST અધિકારીને ₹10 લાખની લાંચ સ્વીકારતાં રંગેહાથ ઝડપી પાડ્યો હતો. GST સંબંધિત એક મામલામાં ખાનગી કંપનીને ગેરકાયદેસર લાભ પહોંચાડવાના બદલામાં અધિકારીએ લાંચની માગણી કરી હતી.
અધિકારીની ધરપકડ બાદ CBI એ 20 નવેમ્બરના રોજ તેના પંચકુલા સ્થિત નિવાસસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.આ તપાસ દરમિયાન મોટી માત્રામાં રોકડ અને કિંમતી ધાતુઓ મળી આવતાં તપાસ એજન્સી પણ ચોંકી ઊઠી હતી.
ઘરમાંથી શું-શું મળ્યું ?
















