જૂનાગઢઃ જિલ્લાના ભેસાણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રોહિતસિંહ વાળાએ પોતાના પોલીસ ક્વાર્ટરમાં ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લેતા પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
પ્રાથમિક માહિતી મુજબ, આત્મહત્યા કરતા અગાઉ મૃતક પોલીસકર્મીએ સ્યૂસાઈટ નોટ લખી હતી, જે પોલીસે કબ્જે કરી છે. સ્યૂસાઈટ નોટમાં અન્ય સમાજના વ્યક્તિઓના ત્રાસથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
મૂળ માળિયા હાટીના તાલુકાના લાડુડી ગામના વતની રોહિતસિંહ વાળાનો પરિવાર હાલ જૂનાગઢ ખાતે રહે છે. ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.
જો તમને અથવા તમારી આસપાસ કોઈને માનસિક તણાવ હોય કે મદદની જરૂર હોય, તો કૃપા કરીને નજીકના કાઉન્સેલિંગ સેન્ટર અથવા હેલ્પલાઈનનો સંપર્ક કરવો જોઇએ. આવું કોઇ પગલું ભરતા પહેલા પોતાના પરિવાર વિશે એક વખત વિચારવું જોઇએ.

















