ભક્તિ અને શ્રદ્ધાના ભાવ સાથે દેવદર્શન કરીને હસતા-રમતા ઘરે પરત ફરી રહેલા ગુજરાત અને મહારાષ્ટ્રના પરિવારો માટે હાઈવે પરની મુસાફરી અંતિમ સફર સાબિત થઈ છે. રાજસ્થાનના અલગ-અલગ બે માર્ગો પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતોમાં કુલ 12 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યાં છે, જેના કારણે બંને રાજ્યોના પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
રામદેવરાથી પરત ફરતા બનાસકાંઠાના પરિવારને નડ્યો અકસ્માત
રાજસ્થાનના પ્રસિદ્ધ યાત્રાધામ રામદેવરા (બાબા રામદેવપીર) ના દર્શન કરીને ગુજરાતના બનાસકાંઠા જિલ્લાનો એક પરિવાર પોતાના વતન પરત ફરી રહ્યો હતો. મુસાફરી દરમિયાન અચાનક કાળનો પંજો પડ્યો અને વાહનને ગંભીર અકસ્માત નડ્યો. આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે વાહનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ઘટનામાં બનાસકાંઠાના 3 શ્રદ્ધાળુઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
કોટા હાઈવે પર ડ્રાઈવરનું એક ઝોકું 9 જિંદગીઓ ભરખી ગયું

















