રાજકોટઃ શહેરના ઘંટેશ્વર વિસ્તારમાં આવેલા SRP કેમ્પમાં ફરજ બજાવતા ASI નરેન્દ્રસિંહ જાડેજા સામે પોલીસ પરિવારની જ બે બાળકીઓ સાથે શારીરિક અડપલાં અને છેડતી કરવાની ગંભીર ફરિયાદ નોંધાઈ છે.આરોપીએ અગાઉ ટ્યૂશન દરમિયાન બાળકીઓને લાલચ આપી મોબાઈલમાં અશ્લીલ વીડિયો બતાવીને દુષ્કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું છે.યુનિવર્સિટી પોલીસે આ મામલે પોક્સો (POCSO)અને એટ્રોસિટી એક્ટ હેઠળ બે અલગ-અલગ ગુના નોંધી આરોપી ASIની ધરપકડ કરી છે.
કેવી રીતે સામે આવી સમગ્ર ઘટના ?
એક વર્ષ પહેલાં આરોપી ASI ઘંટેશ્વર SRPકેમ્પના ક્લોથિંગ વિભાગમાં ફરજ બજાવતો હતો અને તેના ઘરે ટ્યુશન ક્લાસ ચાલતા હતા.દરમિયાન ટ્યુશન માટે આવતી બાળકીઓને લાલચ આપીને તે પોતાના મોબાઈલમાં અશ્લીલ વીડિયો બતાવતો હતો અને તેમની સાથે શારીરિક અડપલાં કરતો હતો.
તાજેતરમાં એક પીડિત બાળકી પોતાના દાદા સાથે કેમ્પમાં નીકળી હતી, ત્યારે સામે આરોપીને જોઈને તે ગભરાઈ ગઈ હતી.બાળકીના આ વર્તન બાદ પરિવારજનોને શંકા ગઈ અને પૂછપરછ દરમિયાન સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

















