અમદાવાદઃ સરદારનગર વિસ્તારમાં એક ઘરના વાસ્તુ પૂજન દરમિયાન દારૂની મહેફિલ માણવામાં આવી હોવાના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી છે. આ ધાર્મિક પ્રસંગમાં નરોડાના ભાજપના ઉચ્ચ નેતા પણ હાજર રહ્યાં હોવાની વિગતો સામે આવી છે,જો કે દારૂપાર્ટી સમયે તેઓ ત્યાં હાજર ન હતા.સોશિયલ મીડિયામાં વીડિયો અને ફોટો વાયરલ થયા બાદ સરદારનગર પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
1. શું છે સમગ્ર મામલો ?
અમદાવાદના સરદારનગરમાં આવેલી નંદીગ્રામ સોસાયટીના શિવ બંગ્લોઝ ખાતે એક ઘરનું વાસ્તુ પૂજન યોજાયું હતું. આ પ્રસંગ દરમિયાન ઘરના સભ્યો અને અન્ય લોકોએ દારૂપાર્ટી કરી હોવાનો આક્ષેપ છે.આ પાર્ટીના વીડિયો અને ફોટા ઇન્સ્ટાગ્રામ સ્ટોરી સહિત સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યાં હતા,જે વાયરલ થતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.
2. વાયરલ વીડિયો અને ફોટામાં શું જોવા મળી રહ્યું છે ?



















