નવી દિલ્હી: હાથી સિમેન્ટ અને સિધ્ધી સિમેન્ટ જેવી વિશ્વસનીય બ્રાન્ડ્સ ધરાવતી સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડે બાંધકામ ક્ષેત્રમાં પોતાની પ્રોડક્ટ રેન્જનો વિસ્તાર કરતાં એડવાન્સ્ડ કન્સ્ટ્રક્શન કેમિકલ્સની નવી શ્રેણી લોન્ચ કરી છે. વોટરપ્રૂફિંગ, બોન્ડિંગ, રિપેર અને ટાઇલ ગ્રાઉટિંગ માટે તૈયાર કરાયેલી આ નવી પ્રોડક્ટ રેન્જ સાથે કંપનીએ પોતાના ‘ફાઉન્ડેશન ટુ ફિનિશ’ અભિગમને વધુ મજબૂત બનાવ્યો છે.
સાત દાયકાથી વધુ સમયથી ગુણવત્તા અને વિશ્વાસનું પ્રતીક બનેલી હાથી સિમેન્ટ–સિધ્ધી સિમેન્ટે ગ્રાહકો, ડીલરો, એન્જિનિયરો, કોન્ટ્રાક્ટરો અને રાજમિસ્ત્રીઓ વચ્ચે વિશ્વસનીય સ્થાન મેળવ્યું છે. હવે કન્સ્ટ્રક્શન કેમિકલ્સ ક્ષેત્રમાં પ્રવેશ સાથે કંપની બાંધકામના દરેક તબક્કે સંપૂર્ણ અને આધુનિક ઉકેલો ઉપલબ્ધ કરાવવાની દિશામાં આગળ વધી રહી છે.
વોટરપ્રૂફિંગ અને રિપેર માટે નવી પ્રોડક્ટ્સ
નવી પ્રોડક્ટ શ્રેણીમાં હાથી લેટેક્સપ્રો SBRનો સમાવેશ થાય છે, જે વોટરપ્રૂફિંગ, બોન્ડિંગ અને રિપેર સંબંધિત ઉપયોગો માટે રજૂ કરાયો છે.તે 1, 5, 10 અને 20 કિલોના પેકમાં ઉપલબ્ધ રહેશે.
















