ખાન પરિવારમાં જશ્નનો માહોલ

અરબાઝને ચાહકો, સેલિબ્રિટી પાઠવી રહ્યાં છે અભિનંદન

મુંબઈઃ અરબાઝ ખાને તેની ગર્લફ્રેન્ડ શૌરા ખાન સાથે લગ્ન કર્યાં છે. આ કપલના લગ્નની તસવીરો સામે આવી છે. અરબાઝ ખાને પોતે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લગ્નની કેટલીક તસવીરો શેર કરી છે.

A post shared by Arbaaz Khan (@arbaazkhanofficial)

મોડી રાત્રે અરબાઝે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પત્ની શૌરા સાથેનો ફોટો શેર કર્યો છે. અરબાઝે લખ્યું- 'અમારા પ્રિયજનોની હાજરીમાં, અમે પ્રેમ અને એકતાની શાશ્વતતાની શરૂઆત કરીએ છીએ. અમારા આ ખાસ દિવસે અમને તમારા બધા આશીર્વાદ અને શુભેચ્છાઓની જરૂર છે.

અરબાઝ અને શૌરાના લગ્નમાં પુત્ર અરહાન પણ હાજર રહ્યો હતો. અરહાને તેના પિતા અને શૌરા સાથે પોઝ પણ આપ્યો છે.અરબાઝ અને શૌરાએ પણ તેમના મિત્રો સાથે પોઝ આપ્યો હતો. આ કપલના લગ્નમાં ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી, તેમને અભિનંદન પાઠવ્યાં હતા. અરબાઝ ઉપરાંત તેના માતા-પિતા સલીમ અને સલમા ખાન, હેલન, ભાઈઓ સલમાન અને સોહેલ ખાન, બહેનો અલવીરા ખાન અગ્નિહોત્રી અને યુલિયા વંતુર, અભિનેત્રી રિદ્ધિમા પંડિત પણ પહોંચ્યાં હતા. આ નિકાહમાં ગાયિકા હર્ષદીપ કૌરે પરફોર્મ કર્યું હતું.