ગાંધીનગરઃ સરકારી નોકરી અને ખાસ કરીને પોલીસ વિભાગમાં જોડાવા માટે તૈયારી કરી રહેલા રાજ્યના લાખો યુવાનો માટે એક મોટા સમાચાર સામે આવ્યાં છે. પોલીસ દળમાં કુલ 2,900 નવી જગ્યાઓ પર ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત કોન્સ્ટેબલથી લઈને ટેકનિકલ અને સુપરવાઈઝર કક્ષાની વિવિધ જગ્યાઓ ભરવામાં આવશે, જેના માટે આગામી 26 નવેમ્બરથી ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે.
1. કઈ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ પર થશે ભરતી ?
જાહેર કરાયેલી વિગતો મુજબ, કુલ 2,900 જગ્યાઓને વિવિધ પાંચ કેટેગરીમાં વહેંચવામાં આવી છે. જગ્યાઓનું સંપૂર્ણ વર્ગીકરણ નીચે મુજબ છે:
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 1,000 જગ્યાઓ

















