અમદાવાદ: પંજાબી મ્યુઝિક અને સિનેમાના સુપરસ્ટાર દિલજીત દોસાંઝનો ક્રેઝ આખા દેશમાં જોવા મળી રહ્યો છે અને આજે અમદાવાદમાં તેના લાઈવ કોન્સર્ટને લઈને ભારે ઉત્સાહ અને રોમાંચનો માહોલ છે. RuPay Aura India Tour અંતર્ગત મોટેરા સ્થિત વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા આ ભવ્ય મ્યુઝિકલ શો માટે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશના વિવિધ રાજ્યોમાંથી યુવાનો અને જાણીતી હસ્તીઓ અમદાવાદ પહોંચી રહ્યાં છે.
દેશભરમાંથી ચાહકોનો કાફલો અમદાવાદમાં
દિલજીતના લાઈવ પર્ફોર્મન્સને માણવા માટે અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી દિલજીત ફીવર છવાયેલો જોવા મળી રહ્યો છે. મુંબઈ, દિલ્હી, બેંગલુરુ, ચંદીગઢ અને અન્ય શહેરોમાંથી મોટી સંખ્યામાં યુવા વર્ગ અને મ્યુઝિક લવર્સ ટ્રેન અને ફ્લાઈટ મારફતે અમદાવાદ આવી રહ્યાં છે. શહેરની હોટલો, કાફે અને મોટેરા વિસ્તાર આસપાસ ચાહકોની ચહલપહલ વધી ગઈ છે અને લોકોમાં સેલ્ફી, રીલ્સ તેમજ કોન્સર્ટની તૈયારીઓને લઈને ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભવ્ય તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થા

















