અમદાવાદ: શહેરને નશામુક્ત બનાવવાના અભિયાન હેઠળ શહેર કોટડા પોલીસે ગાંજાના નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે બાતમીને આધારે રેલવે સ્ટેશનથી થોડે આગળ આવેલી અહલાદ બેકરી પાસે વોચ ગોઠવી દરોડો પાડ્યો હતો, જેમાં બે થેલામાં ભરેલો 13 કિલો 622 ગ્રામ ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે.
રૂ. 10.59 લાખનો મુદ્દામાલ જપ્ત અને ત્રણની ધરપકડ
દરોડા દરમિયાન ઝડપાયેલા ગાંજાના જથ્થાની બજાર કિંમત રૂ. 6,61,100 આંકવામાં આવી છે. પોલીસે ગાંજા ઉપરાંત આરોપીઓ પાસેથી મોબાઇલ ફોન, રોકડ રકમ અને હેરાફેરીમાં વપરાયેલી ઓટોરિક્ષા મળીને કુલ રૂ. 10,59,840 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ મામલે પોલીસે ઘટના સ્થળેથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે:

















