જૂનાગઢ: ગીરની સરહદે આવેલા જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના રબારીકા ગામમાં માનવ-વન્યજીવ સંઘર્ષનો વધુ એક કરૂણ બનાવ સામે આવ્યો છે. રબારીકા ગામની સીમમાં પોતાના ખેતરમાં કામ કરી રહેલા 55 વર્ષીય ખેડૂત પર સિંહણે અચાનક હુમલો કરતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે.
કેવી રીતે બની ઘટના ?
પ્રાથમિક વિગતો મુજબ, રબારીકા ગામના 55 વર્ષીય વેલજીભાઇ નાગજીભાઇ દાફડા પોતાના ખેતરમાં પાણી વાળતા હતા, દરમિયાન નજીકની ઝાડીઓમાંથી અચાનક ધસી આવેલી સિંહણે તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો અને તેમને ઢસેડીને 100 મીટર દૂર લઇ ગઇ હતી. તેમનો એક પગ હાથ લાગ્યા બાદ મૃતદેહ મળી આવ્યો હતો. અચાનક થયેલા આ હુમલામાં ખેડૂતને બચવાની કોઈ તક મળી ન હતી.
ગામમાં શોક અને પરિવારમાં આક્રંદ

















