જામનગરઃ રાજ્યમાં ભેળસેળ કરનારાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. રવાણી ખીજડીયા ગામની સીમમાં ધમધમતી નકલી ઘી બનાવવાની ફેક્ટરી પર પોલીસે દરોડા પાડ્યાં છે. એ ડિવિઝન પોલીસે દરોડા પાડીને મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને સ્થળ પરથી અંદાજે 932 લિટર બનાવટી ઘી મળી આવ્યું છે, જેની અંદાજિત કિંમત 5 લાખ 77 હજાર 840 રૂપિયા થાય છે. 

ઉપરાંત, 200 MLના 2160 ડબ્બા પણ મળી આવ્યાં છે. જેના પર 'KT Bandhan Cows Pure Ghee'ના સ્ટીકર લગાવવામાં આવ્યાં હતા. ઘટનાની જાણ થતાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ઘીના નમૂના લઈ તપાસ હાથ ધરી હતી. અંદાજે 500 લિટર ઘીના જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.પોલીસની આ કાર્યવાહીથી ભેળસેળખોરોમાં ફફડાટ ફેલાયો છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. ટીમે ઘીના નમૂના લઈને તપાસ માટે મોકલવાની કાર્યવાહી કરી હતી. બીજી તરફ, અંદાજે 500 લિટર ઘીના જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

પોલીસની વિગતો મુજબ, દરોડા દરમિયાન મનસુખ દેશાભાઈ ખીમસુરિયા સ્થળ પર હાજર હતા, ભરત દેશાભાઈ ખીમસુરિયાનું નામ પણ તપાસમાં સામે આવ્યું છે. જેમની શોધખોળ ચાલી રહી છે.