બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત તાજેતરમાં તેના મિત્ર અને નિર્માતા અમિત તુલીના લગ્નમાં હાજરી આપવા પહોંચી હતી. અમિતે તેની ગર્લફ્રેન્ડ ગરિમા સાથે લગ્ન કર્યા છે. લગ્ન સમારોહનો એક સુંદર વીડિયો કંગનાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં તે નવદંપતી પર ફૂલોની વર્ષા કરતી અને તેમને આશીર્વાદ આપતી જોવા મળી રહી છે.
મિત્ર અમિત તુલીના લગ્નમાં પહોંચી કંગના
કંગનાએ શેર કરેલા વીડિયોમાં હાથમાં હાથ નાખીને ઊભેલા વર-વધૂ પર તે ફૂલો વરસાવતી દેખાય છે. આ દરમિયાન તે ઉત્સાહ સાથે કહે છે કે, ત્રણેય લોકમાંથી તમામ દેવતાઓ તમારા પર ફૂલો વરસાવી રહ્યા છે. ત્યારબાદ તે કપલને શગુન આપે છે અને બંનેના ગાલ પર કિસ કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતાં કંગનાએ કેપ્શનમાં લખ્યું કે, 'વહાલા અમિત તુલી અને ગરિમાને નવી શરૂઆત માટે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.'
ટ્રેડિશનલ લુકમાં છવાઈ કંગના
લગ્ન પ્રસંગે કંગનાએ ભારે ભરતકામવાળો બોટલ-ગ્રીન રંગનો પારંપરિક લહેંગો અને મેચિંગ દુપટ્ટો પસંદ કર્યો હતો. તેણે લેયર્ડ નેકલેસ, મોટા ઝૂમકા અને માંગટીકા જેવા સોનાના આભૂષણો સાથે હળવો મેકઅપ કરીને પોતાનો લુક પૂર્ણ કર્યો હતો.
અમિત તુલી કોણ છે?
અમિત તુલી એક લેખક, નિર્માતા અને માર્કેટર છે. તેમનો સ્ટુડિયો સ્ટુડિયો ઉન્નીસ એન્ટરટેનમેન્ટ કંગના રનૌતની ફિલ્મ ભારત ભાગ્ય વિધાતાના ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલો હતો, તેમજ હનુમાન અંશના PR અને માર્કેટિંગનું કામ પણ સંભાળી ચૂક્યો છે. આ ઉપરાંત, અમિતે 2015માં આવેલી ફિલ્મ 31st ઓક્ટોબરની વાર્તા લખી હતી, જેમાં સોહા અલી ખાન અને વીર દાસ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ 1984ના રમખાણો દરમિયાન દિલ્હીમાં ફસાયેલા એક શીખ પરિવારની સંઘર્ષગાથા પર આધારિત હતી.
કંગનાના આગામી પ્રોજેક્ટ્સ
કંગના અગાઉ મનોજ તપાડિયા દિગ્દર્શિત ફિલ્મ 'ભારત ભાગ્ય વિધાતા'માં જોવા મળી હતી. 2008ના મુંબઈ હુમલા દરમિયાન કામા હોસ્પિટલના સ્ટાફની બહાદુરી પર આધારિત આ ફિલ્મમાં ગિરિજા ઓક અને સ્મિતા તાંબે પણ હતાં, જોકે બોક્સ ઓફિસ પર ફિલ્મ 8.32 કરોડ રૂપિયાની કમાણી જ કરી શકી હતી. હવે કંગના ટૂંક સમયમાં 'સ્કેરી પિક્ચર'માં જોવા મળશે, જેનું દિગ્દર્શન રવિ બાબુ અને નિર્માણ રાણા દગ્ગુબાતી કરી રહ્યા છે.
મનોરંજન
મિત્રના લગ્નમાં કંગના રનૌતનો મસ્તીભર્યો અંદાજ, વર-વધૂ પર ફૂલો વરસાવી લૂંટાવ્યો પ્રેમ
કંગનાએ શેર કરેલા વીડિયોમાં હાથમાં હાથ નાખીને ઊભેલા વર-વધૂ પર તે ફૂલો વરસાવતી દેખાય છે. આ દરમિયાન તે ઉત્સાહ સાથે કહે છે કે, ત્રણેય લોકમાંથી તમામ દેવતાઓ તમારા પર ફૂલો વરસાવી રહ્યા છે. ત્યારબાદ તે કપલને શગુન આપે છે અને બંનેના ગાલ પર કિસ કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે.

આ પણ વાંચો
ભારત
fact check: બાંગ્લાદેશમાં હિન્દુ વસાહતો સળગાવવામાં આવી હોવાના દાવા સાથે વાયરલ થયેલા વીડિયોની હકીકત કંઈક અલગ જ છે

ભારત
ગુજરાત
લાલોઃ શ્રી કૃષ્ણ સદા સહાયતેની તુલસી એટલે કે રીવા રાચ્છનું ‘અંબા’માં જગદંબા સ્વરૂપ: ગીરના સાવજ અને માનવના અનોખા સહજીવનની ગાથા

ગુજરાત
ગુજરાત
ખેડા જિલ્લા શિક્ષણ વિભાગના પરિપત્રથી વિવાદ: RTEના ગરીબ વિદ્યાર્થીઓને માત્ર SBI અને BOB માં જ બેંક ખાતા ખોલાવવા ફરજ પાડવામાં આવી

ગુજરાત
ગુજરાત
ત્રીજા સંતાન તરીકે દીકરીના જન્મ પર રૂ. 51 હજારનું ઇનામ: વસ્તી સંતુલન માટે કચ્છ કડવા પાટીદાર સમાજનો નિર્ણય

ગુજરાત
વાંચવા જેવા અન્ય સમાચાર
ગુજરાત
ઘરકંકાસનો કરુણ અંજામ: બાબરામાં પત્નીની હત્યા બાદ ધોલેરામાં પતિએ પુત્ર સાથે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું

ગુજરાત
ગુજરાત
ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓને નથી કોઇનો ડરઃ જામનગરમાં દરોડા દરમિયાન પોલીસ પર હુમલામાં હેડ કોન્સ્ટેબલ ઘાયલ

ગુજરાત
ગુજરાત
નવસારીમાં ₹3.28 કરોડના હાઈબ્રિડ ગાંજાના કાર્ટેલનો પર્દાફાશ: બેંગકોક સુધી ફેલાયેલું છે આ નેટવર્ક

ગુજરાત
ગુજરાત
ગુજરાતમાં ભ્રષ્ટાચારીઓ બેફામઃ જામનગરમાં ACB એ ₹ 8 લાખની લાંચ લેતા IT ના આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસરને ઝડપી લીધા

ગુજરાત








