Gandhinagar News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે મંત્રી નિવાસસ્થાનની મુલાકાત લીધી હોવાના વાત બાદ રાજકીય ચર્ચાઓ શરૂ થઇ છે કે તેઓ ભાજપમાં જોડાશે કે શું ? આ અટકળો વચ્ચે બળદેવજી ઠાકોરે મૌન તોડીને સમગ્ર મામલે સ્પષ્ટતા કરી છે. તેમણે મીડિયા અહેવાલોને પાયાવિહોણા ગણાવતાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, તેઓ વડાપ્રધાન મોદીને મળવા ગયા ન હતા. એટલું જ નહીં, જો તેઓ મોદીને મળ્યાં હોવાનો કોઈ નક્કર પુરાવો હોય તો જાહેર કરવામાં આવે, પુરવાર થશે તો તેઓ જાહેર જીવન છોડી દેશે.
PM મોદીને મળ્યાની ચર્ચા પર બળદેવજી ઠાકોરનો ખુલ્લો પડકાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન બળદેવજી ઠાકોર મંત્રી નિવાસસ્થાને પહોંચ્યાં હોવાના અહેવાલો સામે આવ્યાં હતા. આ મામલે પ્રતિક્રિયા આપતાં તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન મોદીને મળવા ગયાની વાત ખોટી છે. આ અંગે કોઈની પાસે પુરાવા હોય તો તે જાહેર કરવામાં આવે. તેમણે આક્ષેપો સામે ખુલ્લો પડકાર ફેંકીને પોતાની વાત મુકી છે.
થોળ તળાવના પ્રશ્ન મામલે મંત્રી અર્જુન મોઢવાડિયાને મળ્યાં હતા

















