દિવાળીના તહેવારોની રજાઓમાં ભયંકર અકસ્માત
પરિવારજનોમાં ભારે આક્રંદ
કચ્છઃ અજાપર નજીક પ્લાયવુડ ફેક્ટરી પાસે બાઇક અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે બાઇક સીધી ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી. અકસ્માતને પગલે બાઇક પર સવાર ત્રણેય કિશોરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમાં કમનસીબે ત્રણેયના મોત નીપજ્યાં હતાં.
આ ટક્કર એટલી ભયાનક હતી કે બાઇક પર સવાર ત્રણેય વ્યક્તિઓ ફેંકાઈ ગયા હતા અને ગંભીર ઇજાઓ તથા વધુ પડતા રક્તસ્ત્રાવના કારણે ત્રણેયના કમકમાટીભર્યા મોત થયા હતા. અકસ્માત સર્જીને ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
















