પાટણ: જિલ્લાના સરસ્વતી તાલુકાના જંગરાલ ગામની સીમમાં ખેતરમાંથી યુવક અને યુવતીના મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. ખેતરમાં આવેલા લીમડાના ઝાડ સાથે બંનેના મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યાં હતા. પ્રાથમિક પોલીસ તપાસમાં બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાનું સામે આવ્યું છે.જો કે,બંનેએ કયા સંજોગોમાં આ અંતિમ પગલું ભર્યું હતું તે દિશામાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
ખેડૂતની નજર પડતાં ઘટનાનો ખુલાસો
મળતી માહિતી મુજબ, જંગરાલ ગામમાં નિર્મિત પેટ્રોલ પંપની પાછળ રાજુ મલા દેસાઈનું ખેતર આવેલું છે. 15 નવેમ્બર, 2026ના રોજ સવારે ખેતરના માલિક પોતાના ખેતરે પહોંચ્યાં હતા. દરમિયાન ખેતરમાં આવેલા લીમડાના ઝાડ સાથે યુવક અને યુવતીના મૃતદેહ જોવા મળતાં તેઓ ચોંકી ગયા હતા અને ખેડૂતે તાત્કાલિક 112 નંબર પર ફોન કરી પોલીસને જાણ કરી હતી.
ઘટનાની ગંભીરતાને પગલે વાગડોદ પોલીસ સ્ટેશનની ટીમે સ્થળ પર પહોંચી હતી અને પંચનામું કરીને બંનેના મૃતદેહોને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે જંગરાલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા.
















