ICICI બેંક: 23 ઓક્ટોબર, 2026થી લાગુ થયેલા દરો મુજબ, 7 દિવસથી 10 વર્ષની FD પર 2.75% થી 6.60% સુધી વ્યાજ મળે છે. 3 વર્ષ 1 દિવસથી 5 વર્ષના સમયગાળા પર વરિષ્ઠ નાગરિકોને 7.20% અને સામાન્ય ગ્રાહકોને 6.60% વ્યાજ મળી રહ્યું છે.
બેંક ઓફ બરોડા (BoB): 12 નવેમ્બર, 2026થી BoB ગોલ્ડન ગોલ ડિપોઝિટ સ્કીમ (555 દિવસ) હેઠળ સામાન્ય ગ્રાહકોને 6.85%, વરિષ્ઠ નાગરિકોને 7.35% અને સુપર સિનિયર સિટીઝન્સને 7.45% વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
ઇન્ડિયન ઓવરસીઝ બેંક (IOB): 444 દિવસની ખાસ FD પર વ્યાજ દર વધારીને સામાન્ય ગ્રાહકો માટે 6.75% અને વરિષ્ઠ નાગરિકો માટે 7.25% કરાયા છે. આ ઉપરાંત, 18 મહિના અને 2 થી 3 વર્ષથી ઓછા સમયની FD પર વરિષ્ઠ નાગરિકોને 7.40% સુધીનું વ્યાજ મળી રહ્યું છે.
પંજાબ નેશનલ બેંક (PNB): 1 નવેમ્બરથી લાગુ થયેલા દરો મુજબ, સામાન્ય ગ્રાહકોને 3% થી 6.60% સુધી અને વરિષ્ઠ નાગરિકોને 444 દિવસની FD પર મહત્તમ 7.10% વ્યાજ મળી રહ્યું છે.
કેનરા બેંક: 2 નવેમ્બરથી 555 દિવસની ખાસ FD સ્કીમ પર સામાન્ય જનતાને 6.75% અને વરિષ્ઠ નાગરિકોને 7.25% વ્યાજ મળી રહ્યું છે.
ઇન્ડિયન બેંક: ₹3 કરોડથી ઓછી રકમની FD પર 555 દિવસની ઇન્ડ ગ્રો સ્કીમમાં સામાન્ય ગ્રાહકોને 6.80% અને વરિષ્ઠ નાગરિકોને 7.30% વ્યાજ મળે છે. જ્યારે 777 દિવસની ઇન્ડ પ્રોસ્પર FD પર અનુક્રમે 6.75% અને 7.25% વ્યાજ મળી રહ્યું છે.
કોટક મહિન્દ્રા બેંક: 4 નવેમ્બરથી 2 વર્ષથી લઈને 3 વર્ષથી ઓછા સમયગાળાની FD પર સામાન્ય ગ્રાહકોને 6.80% અને વરિષ્ઠ નાગરિકોને 7.55% વ્યાજ મળી રહ્યું છે.
એક્સિસ બેંક: 29 ઓક્ટોબરથી 2 થી 10 વર્ષની FD પર સામાન્ય ગ્રાહકોને 6.60% અને 5 થી 10 વર્ષની FD પર વરિષ્ઠ નાગરિકોને 7.35% વ્યાજ મળી રહ્યું છે.
ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક: 1 નવેમ્બરથી 666 દિવસની FD પર સામાન્ય ગ્રાહકોને 8.10% અને વરિષ્ઠ નાગરિકોને 8.50% સુધીનું ઊંચું વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક: 30 ઓક્ટોબરથી 5 વર્ષની FD પર સામાન્ય ગ્રાહકોને 8.25% અને વરિષ્ઠ નાગરિકોને સૌથી વધુ 8.60% વ્યાજ મળી રહ્યું છે.