પાટણઃ જિલ્લાના સમી તાલુકા હેઠળ આવતી અમરાપુર ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા વીલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર (VCE) ભરત સોમાભાઈ ગડસાયા (ઠાકોર)ને પાક નુકસાની સહાય મંજૂર કરાવવાના નામે રૂ. 15,000ની લાંચ લેતા પાટણ લાંચરુશ્વત વિરોધી બ્યુરો (ACB)એ રંગેહાથ ઝડપી પાડ્યો છે.
પાટણમાં ACB ટ્રેપઃ પાક નુકસાની સહાયમાં રૂ.15 હજારની લાંચ લેતો VCE ઝડપાયો

વર્ષ 2025માં વધુ વરસાદના કારણે પાક નિષ્ફળ જતાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી પાક નુકસાની સહાય મેળવવા માટે અમરાપુર પાટી વિસ્તારના 9 ખેડૂતોએ જરૂરી દસ્તાવેજો સાથે VCE ભરતભાઈ ગડસાયા પાસે ફોર્મ ભર્યા હતા. આરોપીએ ઉપરી અધિકારીઓના નામે મંજૂરી અપાવવા પેટે ખેડૂત દીઠ મળવાપાત્ર રૂ.44,000 ની સહાયમાંથી 50 ટકા રકમની ગેરકાયદે માંગણી કરી હતી.
સહાય ખાતામાં જમા થયા બાદ 9 ખેડૂતોના હિસ્સામાંથી અગાઉ કુલ રી. 1,70,000 (રૂ. 60,000 ફોન-પે મારફતે અને રૂ. 1,10,000 રોકડા) ચૂકવી દેવામાં આવ્યા હતા. આમ છતાં, આરોપીએ બાકી નીકળતા રૂ. 20,000ની સતત ઉઘરાણી ચાલુ રાખી હતી. રકઝકના અંતે આરોપી રૂ. 15,000 સ્વીકારવા સહમત થયો હતો.
જાગૃત નાગરિકે આ અંગે પાટણ ACB પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા, ACB ટીમે અમરાપુર ગ્રામ પંચાયત કચેરી ખાતે વીસીઈની ઓફિસમાં લાંચનું છટકું ગોઠવ્યું હતું. આરોપી ભરત ગડસાયા ફરિયાદી પાસેથી રૂ. 15,000ની લાંચ સ્વીકારતા જ ACB અધિકારીઓએ તેને સ્થળ પરથી પકડી પાડી સમગ્ર રકમ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- ટ્રેપિંગ ઓફિસર: ડી.આર.ગઢવી, પોલીસ ઇન્સ્પેક્ટર, પાટણ એ.સી.બી. પો.સ્ટે.
- સુપર વિઝન અધિકારી: કે.એચ.ગોહિલ, મદદનીશ નિયામક, બોર્ડર એસીબી એકમ, ભૂજ.
- ઈન્ચાર્જ અધિકારી: બલદેવસિંહ વાઘેલા, નાયબ નિયામક, રાજકોટ એકમ.
આ પણ વાંચો
ACB એ 2 લાખ રૂપિયાની લાંચનો કર્યો પર્દાફાશઃ આણંદ SOG ના PSI લાંચના છટકામાં આવી ગયા, વચેટિયાની કારમાંથી 49 લાખ રૂપિયા મળ્યાં

PGVCL માં ACB ટ્રેપઃ આ સરકારી બાબુ 60,000 રૂપિયાની લાંચની રકમ સાથે ઝડપાઇ ગયા

અમરેલી ઇરિગેશન કચેરીમાં ટ્રેપઃ એસીબીએ રૂ. 51,000 ની લાંચ લેતા જુનિયર ક્લાર્ક અને પટાવાળાને ઝડપી લીધો

અમદાવાદ ન્યૂઝઃ ઔડાને જમીન હરાજીમાંથી થઈ રૂ. 900 કરોડ આવક, રિઝર્વ પ્રાઇસ કરતાં આશરે 49 ટકા વધુ કિંમત મળી


ACB એ 2 લાખ રૂપિયાની લાંચનો કર્યો પર્દાફાશઃ આણંદ SOG ના PSI લાંચના છટકામાં આવી ગયા, વચેટિયાની કારમાંથી 49 લાખ રૂપિયા મળ્યાં

PGVCL માં ACB ટ્રેપઃ આ સરકારી બાબુ 60,000 રૂપિયાની લાંચની રકમ સાથે ઝડપાઇ ગયા

અમરેલી ઇરિગેશન કચેરીમાં ટ્રેપઃ એસીબીએ રૂ. 51,000 ની લાંચ લેતા જુનિયર ક્લાર્ક અને પટાવાળાને ઝડપી લીધો









