ઇન્ટરનેશનલ ડેસ્ક: પાકિસ્તાનના બલોચિસ્તાનમાંથી મોટા સમાચાર સામે આવ્યાં છે. બલોચ લિબરેશન આર્મી (BLA)એ પાકિસ્તાની સૈન્યના કાફલા પર ડ્રોન હુમલો કર્યાનો દાવો કર્યો છે. મસ્તુંગ વિસ્તારમાં થયેલા આ હુમલામાં પાકિસ્તાની સેનાના એક મેજર સહિત છ જવાનોના મોત થયા છે. આ હુમલાનો વીડિયો પણ BLA દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જો કે,પાકિસ્તાની સૈન્ય તરફથી હજુ સુધી આ દાવાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
પાકિસ્તાની સૈન્યના કાફલાને બનાવ્યો નિશાન
મળતી માહિતી મુજબ, 14 નવેમ્બરના રોજ બલોચિસ્તાનના મસ્તુંગ જિલ્લાના કાર્દગાપ વિસ્તારમાં પાકિસ્તાની સૈન્યના કાફલાને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો. BLAના દાવા પ્રમાણે, આ હુમલામાં 44 ફ્રન્ટિયર ફોર્સ રેજિમેન્ટના મેજર ઉમર મિનહાસ અને હવાલદાર અદનાન સહિત કુલ છ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા.
સંગઠને હુમલાના ફૂટેજ જાહેર કરીને પોતાની ડ્રોન હુમલાની ક્ષમતાનો દાવો કર્યો છે. જોકે, આ વીડિયોની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી.

















