જમ્મું કાશ્મીરઃ કુલગામ જિલ્લામાં બપોરે બાઈક પર આવેલા આતંકીઓએ CRPFના અખરાન કેમ્પ પર નાકા ડ્યુટી પર તૈનાત જવાનો પર ગોળીબાર કર્યો હતો, જેમાં 3 જવાનો ઘાયલ થયા છે.ઈજાગ્રસ્ત જવાનોને અનંતનાગની હોસ્પિટમાં દાખલ કરાયા છે.એક જવાનના પગમાં,બીજાના હાથમાં અને ત્રીજા જવાનની પીઠમાં ગોળી વાગી છે, જેમની સારવાર ચાલી રહી છે.

દક્ષિણ કાશ્મીરના સૌથી સંવેદનશીલ વિસ્તાર કુલગામમાં CRPFના જવાનો પર આ હુમલો થયો છે.આ વિસ્તાર શ્રીનગરથી 75 કિલોમીટર દૂર છે. કુલગામ,અનંતનાગ અને શોપિયાંની જેમ અહીં પણ આતંકીઓ સક્રિય છે.

આતંકી હુમલા બાદ સુરક્ષાદળોએ એલર્ટ જારી કરીને આખા વિસ્તારને કોર્ડન કરી લીધો છે. આતંકવાદીઓની શોધખોળ માટે સેનાના જવાનોએ આ વિસ્તારમાં ઓપરેશન શરૂ કરી દીધું છે.

જમ્મુ- કાશ્મીરમાં ઘણા સમયથી શાંતિ હતી, પરંતુ દિવાળીના તહેવારો પર જ આતંકીઓએ હુમલો કરી દીધો છે, મોટા ભાગના હુમલાઓમાં પાકિસ્તાનની સંસ્થા આઇએએસ અને અહીંના આતંકી સંગઠનોના હાથ હોય છે, વખતે પણ હુમલો પાકિસ્તાન પ્રેરિત છે અને સેના હવે જવાબ આપવા તૈયાર છે.