આણંદઃ દિવાળાના તહેવોરો  પર જ સામાન્ય જનતાને વધુ એક મોંઘવારીનો ફટકો પડ્યો છે. અમૂલે દૂધના ભાવમાં ફરી એક વાર વધારો કર્યો છે. અમૂલ ડેરી દ્વારા અમૂલ ગોલ્ડ અને અમૂલ તાજાના ભાવમાં વધારો કરાયો છે.

અમૂલ ગોલ્ડમાં પ્રતિ લિટરે રૂપિયા 4 નો વધારો 

અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લિટરે રૂપિયા 4 નો વધારો કરવામાં આવ્યો છે. અમૂલ તાજાના ભાવમાં પ્રતિ લિટરે રૂપિયા 2 નો વધારો ઝીંકવામાં આવ્યો છે. એટલે કે, અત્યાર સુધી જે ગ્રાહકો અમૂલ ગોલ્ડ અને અમૂલ તાજા દૂધની ખરીદી કરતા હતા, તેમણે હવે દૂધની ખરીદી માટે વધુ રૂપિયા ચૂકવવા પડશે. અમૂલ ગોલ્ડનો ભાવ પ્રતિ લિટર 70 રૂપિયા હતો. જે હવે 74 રૂપિયા થયો, અમૂલ તાજાના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરાયો છે,  હવે લિટરે તેના 60 રૂપિયા ચૂકવવા પડશે

મધર ડેરીએ પ્રતિ લિટર દૂધમાં રૂપિયા 4 સુધીનો વધારો કર્યો