અમદાવાદ: રાજ્યમાં ડ્રગ્સના દૂષણને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે કેન્દ્રીય તપાસ એજન્સીઓએ કમર કસી છે. આ અભિયાન હેઠળ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ (NCB) સરખેજ વિસ્તારમાં એક મોટા અને ગુપ્ત ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. સરખેજના મોહમ્મદી પાર્ક નજીક આવેલા રહેણાંક મકાનના ભોંયરામાં ધમધમતી મેફેડ્રોન (MD) ડ્રગ્સ બનાવવાની ગેરકાયદેસર ફેક્ટરી પર NCBએ દરોડા પાડીને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ભોંયરામાં ચાલતી ચાલતી હતી આ ફેક્ટરી
NCBની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે સરખેજ વિસ્તારમાં ગુપ્ત રીતે ડ્રગ્સનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. બાતમીને આધારે ટીમે મોહમ્મદી પાર્ક પાસેના એક મકાનમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મકાનના ભોંયરા (Basement)માં અત્યાધુનિક મશીનરી અને કેમિકલ્સ સાથે MD ડ્રગ્સ બનાવવાની આખી ફેક્ટરી જોઈને અધિકારીઓ ચોંકી ઉઠ્યાં હતા.સ્થળ પરથી કરોડો રૂપિયાની કિંમતનો ડ્રગ્સ બનાવવાનો કાચો માલ (Raw Material) અને કેટલાક સાધનો જપ્ત કરવામાં આવ્યાં છે.
કોફી શોપની આડમાં ડ્રગ્સનો કારોબાર
















