નેપાળઃ મકવાનપુર જિલ્લામાં ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે.જેમાં છઠ પર્વની ઉજવણી કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલી બસ અચાનક કાબૂ ગુમાવીને 400 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી.આ ગોઝારી દુર્ઘટનામાં બસના ડ્રાઇવર સહિત 14 લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં છે.

અન્ય 6 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે.અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક વહીવટીતંત્ર અને બચાવ ટુીમો ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યું ઓપરેશન હાથ ધર્યું હતું અને તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

હાલમાં મૃતક મુસાફરોની ઓળખ કરવામાં આવી રહી છે અને તેમના પરિવારજનોને મામલે જાણ કરાઇ રહી છે.