વડોદરા: રાજ્યમાં ભ્રષ્ટાચાર ડામવા માટે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા સતત સપાટો બોલાવવામાં આવી રહ્યો છે, તેમ છતાં કેટલાક લાંચિયા અધિકારીઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યાં. વડોદરા જિલ્લાના ડભોઈ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) એકતા પંડ્યા રૂ. 20 હજારની લાંચ લેતાં ACB ના છટકામાં રંગેહાથ ઝડપાઈ ગયાં છે. પ્રોહિબિશનના કેસમાં આગોતરા જામીન મેળવીને પોલીસ સ્ટેશનમાં હાજર થયેલા એક નાગરિકનો જપ્ત કરાયેલો મોબાઈલ ફોન પરત આપવાના બદલામાં આ લાંચની માગણી કરવામાં આવી હતી.
શું હતો સમગ્ર મામલો ?
ACB ની સત્તાવાર વિગતો અનુસાર, એક જાગૃત નાગરિક વિરુદ્ધ ડભોઈ રેલવે પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન (દારૂબંધી) હેઠળ ગુનો દાખલ થયો હતો. આ કેસની તપાસ PSI એકતા પંડ્યા ચલાવી રહ્યાં હતાં. કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે ફરિયાદીએ ગુજરાત હાઈકોર્ટ (અમદાવાદ)માંથી આગોતરા જામીન મેળવ્યાં હતા, ત્યાર બાદ નિયમ મુજબ ડભોઈ રેલવે પોલીસ સ્ટેશન ખાતે પોતાની હાજરી પુરાવવા માટે ગયા હતા.
મોબાઈલ ફોન પરત આપવા માગ્યા રૂ. 20 હજાર

















