સુરતઃ લીંબાયત વિસ્તારમાં પોલીસ અને લૂંટના આરોપી વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં સ્વબચાવમાં પોલીસ ઇન્સ્પેક્ટર (PI)એ આરોપીના ડાબા પગમાં ગોળી મારી દીધી હતી. પાંચ જેટલી લૂંટના બનાવોમાં સામેલ આરોપી પરવેઝ મુશરફ અન્સારીએ પીછો કરી રહેલા પોલીસ કોન્સ્ટેબલના પેટમાં ચપ્પુ ઝીંકી દીધું હતું અને PI પર પણ હુમલાનો પ્રયાસ કર્યો હતો. ઘાયલ આરોપીને સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
વહેલી સવારે પેટ્રોલિંગ દરમિયાન કેવી રીતે બની ઘટના ?
રાત્રે લગભગ 3 વાગ્યે લીંબાયત પોલીસની ટીમ વાનમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન નીલગીરી ગ્રાઉન્ડ નજીક એક શંકાસ્પદ યુવક પોલીસને જોઈને ભાગવા લાગ્યો હતો. પોલીસ ટીમે વાન રોકીને યુવકનો પીછો કર્યો હતો.આરોપીને પકડવા આગળ વધેલા અ.પો.કો. અનિલકુમાર અમરસિંહ પર આરોપીએ કમરમાંથી ચપ્પુ કાઢીને પેટના ભાગે ઘા મારી દીધો હતો.
ચેતવણી છતાં હુમલાનો પ્રયાસ, PI એ કર્યું ફાયરિંગ

















