ગાંધીનગરઃ મનપાની સામાન્ય સભામાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો સહિતના હોદ્દાઓ પર વરણી કરાઇ છે, જેમાં મેયર તરીકે 29 વર્ષના રૂપસિંહ ઠાકોરના નામ પર મ્હોર મારવામાં આવી છે.તેઓ પહેલી વાર જ ચૂંટણી લડીને જીત્યા હતા અને રાજધાની ગાંધીનગરના મેયર બન્યાં છે.
ડેપ્યુટી મેયર તરીકે અંજનાબેન મહેતા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે મહેન્દ્ર પટેલની નિમણૂંક કરાઈ છે. કોંગ્રેસે વોર્ડ નંબર 6 માં જીતેલા કર્મજીતસિંહને વિપક્ષના નેતા તરીકે જાહેર કર્યા છે.ગાંધીનગર મનપાની ચૂંટણીમાં 44 બેઠકોમાંથી પર ભાજપે 38, કોંગ્રેસે 5 અને અપક્ષ ઉમેદવારને એક બેઠક મળી છે.
મનપામાં યોજાયેલી સંકલન અને પક્ષની બેઠકમાં મેયર સહિતના પદોની જાહેરાત કરવામાં આવી હતી. મનપામાં મેયરનું પદ ઓબીસી વર્ગ માટે અનામત હોવાથી ભાજપે સામાજિક સમીકરણોને મોટું મહત્વ આપ્યું હતુ. 29 વર્ષના યુવા નેતા જેમનો પરિવાર ભાજપ સાથે જોડાયેલો છે તેવા રૂપસિંહ રાઠોડને મેયરનું પદ મળ્યું છે.













