અમદાવાદઃ નાણાંકીય વર્ષ 2026-27 ના પ્રથમ 7 માસમાં ઓક્ટોબર-2026 અંતે 58,248 કરોડ રૂપિયાની જીએસટીની આવક થઇ છે. જે ગત વર્ષના સમાન સમયગાળામાં થયેલી આવક 45,667 કરોડ કરતા 28 ટકા વધારે છે.
જે રાષ્ટ્રીય કક્ષાએ જીએસટી આવકનો ગ્રોથ 13 % દર્શાવે છે. ઓક્ટોબર-2026 માં ગુજરાત રાજ્યને જીએસટી હેઠળ 8,391 કરોડ રૂપિયાની આવક થયેલી છે, જે ગત વર્ષના સમાન સમયગાળામાં થયેલી આવક 7,127 કરોડ કરતા 18 ટકા વધુ છે
રાજ્યને ઓક્ટોબર-2026 માં વેટ હેઠળ રૂપિયા 3,153 કરોડ, વિદ્યુત શુલ્ક હેઠળ રૂપિયા 1,053 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ 22 કરોડ રૂપિયાની આવક થઇ છે.
આમ, રાજ્ય કર વિભાગને જીએસટી,વેટ,વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી કુલ 12,619 કરોડ રૂપિયાની આવક થઇ છે.













