ઝઘડિયાઃ જીઆઇડીસી વિસ્તારમાં 10 વર્ષીય માસૂમ બાળકી સાથે અમાનવીય દુષ્કર્મ આચરીને તેની હત્યા કરવાના કેસમાં અંકલેશ્વર સેશન્સ કોર્ટ દ્વારા ફાંસીની સજા પામેલા વિજય પાસવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે.
વડોદરાની સયાજી હોસ્પિટલમાં હાર્ટ એટેકથી આરોપીનું મોત નીપજ્યું છે. ડિસેમ્બર 2024 માં બનેલી આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં સનસની ફેલાવી દીધી હતી.
જે તે વખતે 8 દિવસ સુધી હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે જંગ લડ્યાં બાદ માસૂમ બાળકીનું મોત થઇ ગયું હતુ અને લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. બાદમાં કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી હતી અને તે વડોદરાની જેલમાં બંધ હતો, અને આજે તેનું હાર્ટ એટેકથી મોત થઇ ગયું છે.













