સુરત: શહેરની લાજપોર જેલમાં હત્યાના ગંભીર ગુનામાં સંડોવાયેલા એક કેદીએ બાથરૂમમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. કોર્ટ દ્વારા આકરી સજા ફટકારાયાના ગણતરીના કલાકોમાં જ કેદીએ આ પગલું ભરી લેતા જેલ પ્રશાસનની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, લાજપોર જેલમાં હત્યાના ગુના હેઠળ કાચા કામના કેદી તરીકે બંધ શંભુલાલ આડા સામેની કાનૂની કાર્યવાહી પૂર્ણ થતાં સ્થાનિક કોર્ટે તેને દોષિત ઠેરવી સજા સંભળાવી હતી. કોર્ટ દ્વારા સજાનું એલાન થયા બાદ શંભુલાલ માનસિક તણાવમાં હતો અને સવારે તે જેલના બેરેક પરિષરમાં આવેલા બાથરૂમમાં ગયો હતો, જ્યાં તેણે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
શંભુલાલ લાંબા સમય સુધી બહાર ન આવતાં સાથી કેદીઓ અને ફરજ પરના જેલ સ્ટાફે તપાસ કરી હતી. બાથરૂમનો દરવાજો ખોલી જોતાં જ તે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. આ દ્રશ્ય જોઈ જેલ તંત્રમાં ભારે દોડધામ અને નાસભાગ મચી ગઈ હતી. જેલ સત્તાધીશોએ તાત્કાલિક ઘટના અંગે સ્થાનિક સચિન પોલીસને જાણ કરી હતી.













