રાજ્યમાં નશીલા પર્દાર્થોના મોટા નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો છે, અમદાવાદ પોલીસે સુરતમાંથી ગાંજાનું વેચાણ કરતા 2 આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમના ગોડાઉન પરથી રૂપિયા 1 કરોડની કિંમતનો ગાંજો જપ્ત કર્યો છે, અમદાવાદ પોલીસે 7 ઓગસ્ટે અમદાવાદના વટવામાં રેડ કરીને 9,22,350 રૂપિયાની કિંમતનો 30 કિલો ગાંજો જપ્ત કર્યો હતો, અબ્દુલ ઈમરાન શેખ અને નોમાન શેખની ધરપકડ કરી હતી, તેમની વધુ તપાસ કરતા નશાના મોટો નેટવર્કનો પર્દાફાશ થયો છે.

આરોપીઓની પૂછપરછમાં કબૂલ્યું હતુ કે તેમને સુરતના વીકી નામના શખ્સ પાસેથી ગાંજો લીધો હતો, જેથી પોલીસે અબ્દુલ શેખને સાથે રાખીને સુરતના પીપોદરામાં ગાંજાના ગોડાઉનમાં રેડ કરી હતી, જ્યાં આરોપીઓ અગરબત્તીના ધંધાની આડમાં ગાંજાનું વેચાણ કરતા હતા, જ્યાંથી પોલીસે 331 કિલો ગાંજો જપ્ત કર્યો છે, જેની કિંમત 1 કરોડ રૂપિયા જેટલી થાય છે, સાથે જ બે સપ્લાયર સુશાંત અને રાજા મલિકની ધરપકડ કરીને કેસની વધુ તપાસ હાથ ધરી છે.